• Navratri-2016 Invitation
  • 0920
in Events this entry has No Comments by admin

ચૌહાણ નુખ – નવરાત્રી ૨૦૧૬ નિમંત્રણ:

સહર્ષ જણાવવાનું કે પરમ કૃપાળુ કુળદેવી શ્રી બ્રહ્માની માતાજી ની અસીમ કૃપા થી દર વર્ષની જેમ નવરાત્રી ના સુભ પ્રસંગે વાડી સ્થાપન, રાત્રે માતાજીના ગરબા (રાસ), હવનવિધિ, તેમજ નવરાત્રી દરમ્યાન દસ દિવસ અખંડ ધૂપ-દીપ માતાજી પાસે કરવામાં આવે છે. આ પવિત્ર પ્રસંગે ચૌહાણ ગોઠી ભાઈઓને માતાજી ના સ્થાનક ના દર્શન કરવા તથા માતાજીનો સમૂહ પ્રસાદ લેવા બ્રહ્માની માતાજી મંદિર વ્યવસ્થાપક સમિતિ – કુકમા વતી સહ કુટુંબ પધારવા હાર્દિક નિમંત્રણ પાઠવીએ છીએ.

નવરાત્રી ના પાવન પ્રસંગો:

ઘટ/વાડી સ્થાપન:
સવંત ૨૦૭૨ આસો સુદ ૧, ને તા. ૦૧/૧૦/૨૦૧૬,
શનિવાર સુભ દિને સવારે ૭-૩૦ કલાકે.

હવનવિધિ:
સવંત ૨૦૭૨ આસો સુદ ૮, ને તા. ૦૯/૧૦/૨૦૧૬,
રવિવાર સુભ દિને સવારે ૭-૦૦ કલાકે.

સમુહ પ્રસાદ:
સવંત ૨૦૭૨ આસો સુદ ૮, ને તા. ૦૯/૧૦/૨૦૧૬,
રવિવાર સુભ દિને બપોરે ૧-૦૦ કલાકે.

ઉપરોક્ત સુભ પ્રસંગે ઉપલબ્ધ તમામ સરનામાંઓ પર ચૌહાણ ગોઠીભાઈ-બહેનોને દર વરસે નિમંત્રણ પાઠવીએ છીએ. પણ સરનામાઓના અભાવે અથવા સરનામાં માં ફેરફાર ને લીધે કોઈ ગોઠી ભાઈઓને નિમંત્રણ મળી શક્યું ના હોય તેવું આપની જાણ માં હોય તો તે પરિવાર નું નામ – સરનામું અમોને મોકલાવસો, જેથી અમો ભવિષ્યમાં નિમંત્રણ પત્રિકા, માતાજી નો પ્રસાદ મોકલાવી શકીએ તેમજ અમારા વતી આપ ને તેવા પરિવાર ને નિમંત્રણ પાઠવવા વિનંતી.

જય માતાજી…

Leave a commentCancel reply

Loading images...